About શાકભાજી ખેડૂત મંડળ-ડીસા
Learn more about our journey, mission, and values.
ડીસા તાલુકા શાકભાજી ખેડૂત મંડળ
ડીસા તાલુકો બનાસકાંઠા જિલ્લા માં રાજસ્થાન ને અડીને આવેલ તાલુકો છે જેમાં અંદાજે ૧૫૦ થી વધારે ગામડાં આવેલ છે જેમાં મોટા ભાગે ખેડૂત મિત્રો ખેતી અને દૂધ નો વ્યવસાય કરે છે.
ડીસા તાલુકા શાકભાજી ખેડૂત મંડળ એક ખેડૂતો નું બનાવેલ મંડળ છે જેનો ઉદ્દેશ ખેડૂતો દ્વારા ઉગાવેલ શાકભાજી શહેરી વિસ્તાર માં બહેનો સુધી પહોંચાડવી જેથી ખેડૂતો ને પણ આર્થિક મદદ મળે અને સાથે સાથે બહેનો ને રોજ ની તાજી અને ઓછા ભાવે શાકભાજી એમના ઘર સુધી મળી રહે. આ ઉદ્દેશ ને પાર પાડવા માટે આદર્શ કિસાન ફાઉન્ડેશન જે બિન-નફાકારક સંસ્થા છે જે આ મંડળ ને અમદાવાદ વિસ્તારમાં શાકભાજી પહોંચાડવામાં મદદ કરે છે.